ખાસ-ખબર ન્યૂઝ પાળીયાદ
પાળીયાદ ખાતે આવેલી પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં ભાજપના અગ્રણી નેતાઓએ મુલાકાત લીધી હતી.આ મુલાકાતમાં પૂર્વ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, યજુર્વેન્દ્રસિંહ ઝાલા, રૈયાભાઈ થોરિયાળી, બોટાદ જિલ્લા મહામંત્રી જામસંગભાઈ, ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી અને ભીખુભા વાઘેલા, રાણપુર અઙખઈ ચેરમેન કિશોરભાઈ ધાધલ, તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બારૈયા, તેમજ વિવિધ ક્ષેત્રના ભાજપના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તમામ આગેવાનોએ સૌપ્રથમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કર્યા હતા. ત્યારબાદ, તેમણે પૂજ્ય ભયલુબાપુની શુભેચ્છા મુલાકાત લીધી. પૂજ્ય ભયલુબાપુ દ્વારા કિરીટસિંહ રાણાનું શાલ ઓઢાડી અને ઠાકરની પ્રતિમા ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.દર્શન અને મુલાકાત બાદ, આગેવાનોએ જગ્યામાં આવેલી અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળાની મુલાકાત લીધી. છેલ્લે, જગ્યામાં પ્રસાદ ગ્રહણ કરીને સૌએ ધન્યતા અનુભવી હતી.