ખટ્ટર સરકારની કેબિનેટ આજે એટલે કે મંગળવારે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે, નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી પહેલા હરિયાણાથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે ગઠબંધન પર પૂર્ણવિરામ આવી શકે છે. ભાજપે પણ જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવી છે. ખટ્ટર સરકારની કેબિનેટ આજે એટલે કે મંગળવારે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. આ પછી નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે. JJPને નવા કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહીં. આજે એટલે કે મંગળવારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પણ બોલાવવામાં આવી છે.
- Advertisement -
Union Minister Arjun Munda and BJP National General Secretary Tarun Chugh to go to Haryana today.
— ANI (@ANI) March 12, 2024
- Advertisement -
આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને મહાસચિવ તરુણ ચુગ દિલ્હીથી નિરીક્ષક તરીકે ચંદીગઢ જવા રવાના થયા છે. હરિયાણાના પ્રભારી વિપ્લવ દેવ પણ ચંડીગઢ પહોંચી ગયા છે. JJP-BJP અલગ થવાના કિસ્સામાં સરકારને બચાવવા અને હરિયાણામાં નવી સરકાર બનાવવાની તમામ શક્યતાઓ પર નિર્ણય લેવામાં આવશે. હરિયાણામાં મુખ્યમંત્રી બદલવા અંગે પણ વિચારણા થઈ શકે છે.
Cracks in BJP-JJP alliance in Haryana; Independent MLAs extend support to CM Khattar
Read @ANI Story | https://t.co/HuHM15ddbU#BJP #Haryana #ManoharLalKhattar pic.twitter.com/oT7ZgjUYxu
— ANI Digital (@ani_digital) March 12, 2024
જાણો શું છે હરિયાણાનું ગણિત ?
90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો 46 છે. ભાજપના 41 ધારાસભ્યો છે. તેમને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે. આ સિવાય તેમને ગોપાલ કાંડાની હરિયાણા લોકહિત પાર્ટીનું સમર્થન પણ છે. જો JJP અલગ થશે તો ભાજપને 48 ધારાસભ્યોનું સમર્થન મળશે. કોંગ્રેસની વાત કરીએ તો ગૃહમાં તેના 30 ધારાસભ્યો છે. જ્યારે JJP પાસે 10 ધારાસભ્યો છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (અભય ચૌટાલા) પાસે 1 ધારાસભ્ય છે અને 1 ધારાસભ્ય અપક્ષ છે.