બજેટ સત્રમાં લોકસભામાં બજેટ સત્ર પર ચર્ચા ચાલી રહી છે. ભાજપ ઇચ્છે છે કે, તેઓ પૂરી તાકાતની સાથે ચર્ચામાં સદનમાં હાજર રહે, જેના માટે ભાજપે પોતાના સાંસદો માટે વ્હિપ જાહેર કર્યો છે.
બજેટ સત્રમાં સદનમાં બજેટ સત્ર 2023 જાહેર કર્યું છે. 1 ફેબ્રુઆરીના દેશનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. લોકસભા અને રાજ્યસભામાં સામાન્ય બજેટ પર ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ પૂરી તાકાતથી સરકાર પર વરસી રહી છે. કેટલાય મહત્વના પ્રશ્નો પર સરકાર પર નિશાનો સાધી રહ્યા છે. આ ધમાસાણમાં વિપક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ આપ્યો છે. વિપક્ષના વિરોધને જોતા ભાજપે લોકસભામાં બધા સાંસદોને 13 ફેબ્રુઆરીથી સંસદમાં હાજ રહેવા માટે વ્હિપ જાહેર કર્યું છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ત્રણ લાઇનના વ્હિપમાં પાર્ટીને લોકસભાના બધા સાંસદોને બજેટ સત્રના પહેલા ચરણમાં એટલે કે 13 ફેબ્રુઆરી સુધી સંસદમાં હાજર રહેવા નિર્દશ જાહેર કર્યો છે. જો કે, લોકસભામાં સામાન્ય બજેટ 2023-24 પર ચર્ચા થઇ રહી છે, જેના માટે ભાજપ ઇચ્છે છે કે, તેઓ પૂરી તાકાતથી ચર્ચા દરમ્યાન સંસદમાં હાજર રહે.
- Advertisement -
સંસદમાં હાજરી પૂરી નહીં થતા સરકાર વ્યાકુળ
બુધવારાના સંસદમાં બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમ્યાન ભાજપ અને સરકાર માટે એક વ્યાકુળ સ્થિતિ ઉત્પન્ન થઇ હતી જયારે સંસદમાં હાજરી પૂરી નહીં થવાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
दिल्ली: भाजपा ने लोकसभा में अपने सभी भाजपा सांसदों को सोमवार (13 फरवरी) तक सदन में उपस्थित रहने के लिए 3 लाइन का व्हिप जारी किया है।
— ANI_HindiNews (@AHindinews) February 9, 2023
- Advertisement -
સંસદનું બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે
સંસદનું બજેટ સત્ર, 31 જાન્યુઆરીથી શરૂ થઇને 6 એપ્રિલ સુધી ચાલશે. આ બજેટ સત્ર વર્ષ 2023માં 66 દિવસ સુધી સંસદ ચાલશે, જેમાં 27 મીટીંગ યોજાશે. આ વચ્ચે બજેટ સત્રમાં 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધીનો સમય રહેશે.
13 માર્ચથી બજેટનું બીજું સત્ર શરૂ થશે઼
આ બજેટ સત્ર બે ભાગમાં થશે. સત્રનું પહેલું ચરણ 31 જાન્યુઆરીથી શરૂ થઇને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. જો કે, કેટલાય રાજનૈતિક દળોની તરફથી લોકસભાની બીએસીની બેઠકમાં પહેલા ચરણને 13 ફેબ્રુઆરીની જગ્યાએ 10 ફેબ્રુઆરીથી પૂર્ણ થવાની માંગણી કરી હતી. ત્યાર પછી 13 માર્ચના બીજો ભાગ શરૂ થશે.