ઇખઈમાં પહેલીવાર બહુમત 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ+ આગળ, મુંબઈ-નાગપુર-પુણેમાં મોટી લીડ: શાહનવાઝ હુસૈને કહ્યું- જે કૉંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેનું ડૂબવાનું નક્કી
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ)ના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે. 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 23માં ભાજપ ગઠબંધન આગળ છે. મુંબઈ, પુણે, નાગપુર અને નાસિકમાં ગઠબંધન નોંધપાત્ર લીડ મેળવી છે.
બધી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સૌથી મહત્વપૂર્ણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) છે. અહીં, ભાજપ ગઠબંધન આગળ છે. કોલ્હાપુરમાં, કોંગ્રેસ પહેલા લીડ ધરાવતી હતી, પરંતુ હવે ભાજપ મોટા માર્જિનથી આગળ છે.
સંભાજીનગરમાં પણ ભાજપ આગળ છે. લાતુર અને ચંદ્રપુરમાં કોંગ્રેસ આગળ છે. રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાન 15 જાન્યુઆરીએ થયું હતું. 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારો મેદાનમાં છે. નવાબ મલિકના ભાઈ કપ્તાન મલિકનો કુર્લા વેસ્ટ બેઠક પર પરાજય, તેઓ 165 વોર્ડ નંબરની બેઠક પરથી ચૂંટણી લડ્ય હતા. તેમને એનસીપી અજિત પવારે ઉમેદવાર બનાવ્યા હતા. નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે. બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પર ભાજપના ઉમેદવાર જીત્યા છે. આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે. નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે. પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે.
BJP ચૂંટણી પરિણામ
કુલ બેઠક 227
પાર્ટી વલણો
ભાજપ+ 102
કોંગ્રેસ+ 03
ઞઇઝ+ 57
ગઈઙ 0



