શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા SIR કામગીરીને લઇ ગંભીર આક્ષેપો
અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ કોણ રહી ગયું? કેટલા ખોટા નામ છે? તેની ઘરે ઘરે જઈ તપાસ કરીશું
મતદાર યાદીમાં ખામીઓ, BLO પર દબાણ અને ‘મતચોરી’ની સંભાવનાઓ અંગે આક્રમક વલણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેરમાં ચાલી રહેલી જઈંછ કામગીરી અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો જણાવ્યા મુજબ SIR કામગીરી દરમિયાન સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે દરેક જિલ્લા સ્તરે પ્રદેશ દ્વારા આગેવાનોની નિમણૂક પણ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું કે મતદાર યાદી સુધારણા કામગીરી દરમિયાન ઇકઘ દ્વારા સચોટ માહિતી તૈયાર કરવાની ફરજ છે, જેથી કોઈ મતદાર યાદીમાં બાકી ન રહે. પરંતુ આ પ્રક્રિયામાં ગેરરીતિ દ્વારા ‘મતચોરી’ થવાની શક્યતાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે ચુંટણી પોતે જ જોખમ બની ગઈ છે.
રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું કે અંતિમ મતદાર યાદી જાહેર થયા બાદ એક મહિનાનો સમય મળે છે અને આ સમયમાં કોણ રહી ગયું? કેટલા ખોટા નામ છે? તેની ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવશે. તેમણે કલેક્ટરને વિનંતી કરી કે ઇકઘ ઉપર અનાવશ્યક દબાણ ન આવે અને તેમની નોકરી જોખમમાં ન આવે એવી સુનિશ્ચિતતા રાખવામાં આવે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભાજપ મતદાર યાદી ઉતાવળમાં તૈયાર કરી રહ્યું છે,
કારણ કે ખોટું કરવાની શક્યતાઓ વધુ બને છે. તેમણે કલેક્ટરને તાકીદ કરી કે મતદાર યાદી નિષ્પક્ષ અને પારદર્શક રીતે તૈયાર થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.



