100 મીટર ત્રિજ્યામાં પ્રચાર અંગે CPને બન્ને પક્ષના કાર્યકરોની સામસામી ફરિયાદ બાદ કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
લોકસભાની ચુંટણી માટે સવારથી શરુ થયેલ મતદાનમાં રાજકોટના રેલનગરમાં 100 મીટરની ત્રિજીયામાં ભાજપ-કોંગ્રેસ પ્રચાર થતો હોવાની અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીને મળેલી ફરીયાદ બાદ રેલનગરમાં ભાજપની ટોપી પહેરી ફરતા ભાજપના કાર્યકરોની ટોપી ઉતરાવી લેવાઈ હતી. તો બીજી તરફ 100 મીટરની ત્રીજીયામાં કોંગ્રેસ પક્ષના બોર્ડ પણ ઉરાવી લેવાયા હતા.
રેલનગરમાં સવારથી શરુ થયેલ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલુ થયું હતું. અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પોલીસ કાફલા સાથે રેલનગર ખાતે મતદાન મથકની વિઝીટ માટે પહોચ્યા ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના કેટલાક કાર્યકરો ભાજપની ટોપી પહેરીએ રેલનગર વિસ્તારના મતદાન મથકની 100 મીટરની ત્રિજીયામાં ફરતા હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. જે ફરીયાદ અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીએ ભાજપના કાર્યકરોને ટોપી ઉતારી મતદાન મથકના 100 મીટરમાં વિસ્તારમાં જવા તાકીદ કરી ભાજપના કાર્યકરોની ટોપી ઉતરાવી હતી.બીજી તરફ ભાજપના કાર્યકરોએ અધિક પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીને મતદાન મથકના 100 મીટરની અંદર કોંગ્રેસ પક્ષના બેનરો લાગ્યા હોવાની ફરીયાદ કરતા ભાજપના કાર્યકરોએ કરેલી ફરિયાદ બાદ રેલનગરના એક મતદાન મથકની 100 મીટરની ત્રીજીયામાં લાગેલા કોગ્રેસના બેનર ઉતરાવી લેવા સુચના આપી તાત્કાલિક તેનો અમલ કરાવવામાં આવ્યો હતો.