પ્રજાને ઉલ્ટા ચશ્માં પહેરાવતા ભાજપના શાસકો : વશરામભાઈ સાગઠીયા
શાશકપક્ષ નેતાએ સહજાનંદ પાર્કમાં અને મેટલીંગ કામ કરવાનો ફક્ત કાગળ લખ્યા બાદ ભાજપે કાર્યકરોને સાથે રાખી ખાતમુહૂર્ત કર્યું : કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિકાસ કામ કરવા માટે અનેક વખત રજુઆતો કરવામાં આવી છે અને હવે ભાજપના શાસકો લીંબડ જસ ખાટવાના પ્રયાસો – કોંગ્રેસ
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈ એ જણાવ્યું છે કે ભાજપના શાસકો દ્વારા વોર્ડ નં.૧૫માં મેટલીંગ કામ કરવાનું ખાતમુહૂર્ત કર્યું છે તે બાબતે કોંગી કોર્પોરેટરોએ સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે કે વોર્ડ નં.૧૫માં આવેલ રામપાર્ક, સહજાનંદપાર્ક અને મુકેશપાર્ક વિસ્તારના રોડ બનાવવા અને વિકાસ કાર્ય કરવા માટે અનેક વખત રજુઅતો કરવામાં આવેલ છે તેમજ ડેપ્યુટી ઈજનેર, સીટી ઈજનેર, અને નાયબ કમિશ્નરશ્રીને પણ રજુઅતો કરેલ છે ત્યારે ભાજપના શાસક પક્ષ નેતાએ કામ કરવા અંગે ફક્ત પત્ર લખ્યા બાદ ફોટોસેશનના શોખીન અને સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ભૂખ્યા ભાજપના શાસકોએ જે કામનું એસ્ટીમેટ નથી મંજુર થયું, જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ જે કામનું ટેન્ડર નથી થયું તે કામનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખ્યું સસ્તી પ્રસિદ્ધી મેળવવા ભાજપે હિન્ન પ્રયાસ કર્યો છે. જયારે પાંચ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકા એ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ રજુઆતો અંગે વોર્ડ નં.૧૫માં ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં મેટલીંગ કામ કરવા અને વિકાસ કામ કરવા માટે ફાઈલ ઉપસ્થિત કરવામાં આવેલ હતી જે ફાઈલમાં મનપાના અધિકારીઓએ એવું નોટીંગ કરેલ છે અને ક્વેરી કાઢેલ હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જે એરિયામાં કોર્પોરેશન ગ્રાન્ટ ન ફાળવે તેમજ જ્યાં સુધી સાર્વજનિક પ્લોટ મનપાને ન સોંપે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામ હાથ ધરી શકે નહી અને ગ્રાન્ટ ન હોવાના બહાના કાઢ્યા હતા ત્યારે બિલ્ડરના મળતિયા અને અંગત આર્થિકહિત સાચવનારા ભાજપના શાસકો એ પોતાના ઈશારે જ આ કામ થવા દીધું નથી અને કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી જવા આ કાવતરું કર્યું છે ત્યારે આ કામના ખાતમુહૂર્ત કરવા પહોંચેલા ભાજપના નેતાને સ્થાનિકોએ સાથે ફોટા પડાવવા પણ ન આવ્યા ત્યારે ભાજપના કાર્યકરોને બોલાવી ફોટોસેશન કરવું પડ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી.
જયારે વિધાનસભાની ચુંટણી નજીક આવી ત્યારે ભાજપના નેતાઓ કુવામાંના દેડકાની જેમ બહાર નીકળ્યા છે અને વોર્ડ નં.૧૫ની જનતાને ઉલ્ટા ચશ્માં પહેરાવવા ની કોશિશ કરે છે પરંતુ વોર્ડ નં.૧૫ની જનતા જાણે જ છે અને જનતાએ કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો મુક્યો છે ત્યારે ભાજપ દ્વારા ખોટી રીતે લાગણી મેળવવાનો પ્રયાસ કર્યો છે અને વોર્ડ નં.૧૫ની જનતા જાણે જ છે કે કોણ કામ કરે છે અને કોણ બોલેલા વચનો પુરા પાળે છે ત્યારે ભાજપના શાસકો વોર્ડ નં.૧૫માં લીંબડ જશ ખાટવાના પ્રયાસો રેવાદયે અને પ્રજાને ઉલ્ટા ચશ્માં પહેરાવવાનું બંધ કરે તેવું કોંગ્રેસના કોર્પોરેટરો ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ જણાવ્યું છે.
(વશરામભાઈ સાગઠીયા)