ખાસ-ખબર ન્યૂઝ સુલતાનપુર
ભાજપ ઉમેદવાર વર્ષાબેન ગોંડલિયા – 2592 મત અને કોંગ્રેસ ઉમેદવાર નલીનાબેન કુંજડિયા ને 329 મત અને નોટા – 51 મત મળ્યા હતા.
સુલતાનપુર બેઠક પર ભાજપના વિજેતા ઉમેદવારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ રાજુભાઈ ડાંગર નાગરિકબેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા સહિતના આગેવાનોએ શુભેચ્છઓ પાઠવી હતી. વર્ષાબેન ગોંડલીયા વિજેતા થતા સુલતાનપુર ગામમાં ઢોલ ને ફટાકડા ની આતશબાજી સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ને રામજી મંદિરેદર્શન કર્યા હતા ને બહોળી સંખ્યા મા ગામલોકો, આગેવાનો, માતાઓ, વડીલો બાળકો હાજર રહયા હતા ને ગામની મહિલા ઓએ વર્ષાબેન ગોંડલીયા ને કંકુ તિલક ને હાર પહેરાવીને સન્માન કર્યું હતું વર્ષાબેન ગોંડલીયાએ જણાવ્યું હતું કે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત સુલતાનપુર થી થઇ છે આ ભવ્ય જંગી વિજય બદલ ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ ગણેશભાઈ જાડેજા નો તેમજ ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકરો નો તેમજ સુલતાનપુર ગામના તમામ મતદારો નો આભાર માનું છું હું હંમેશા વિકાસ ના કામો કરીશ ને લોકો એજે પ્રેમ આપ્યો ને મારું સન્માન કર્યું ને મારી ઉપર વિશ્વાસ મુક્યો છે તેમાં હું મહેનત કરીને હંમેશા વિકાસ ના કામો કરીશ.