રાજકોટ પૂર્વના વિકાસ કામોને વેગ આપવા ઉદયભાઈ કાનગડનો કોલ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ વિધાનસભા 68 (પૂર્વ)ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડના વોર્ડ નં. 3ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાનસભા 68ના ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, વોર્ડ પ્રભારી દિનેશભાઈ કારીયાએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ભાજપના કોર્પોરેટરો અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા, નરેન્દ્રસિંહ જાડેજાએ પણ હાજરી આપી હતી. આગેવાનો હેમુભાઈ પરમાર, રાજુભાઈ દરિયાલાણી, હિતેશભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -
ઉદયભાઈ કાનગડ દ્વારા કાર્યાલયનું ઉદ્દઘાટન કરી ભાજપના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસના કાર્યો જેવા કે રાજકોટની એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના વિકાસ કામોની વિગતો આપી હતી. આ તકે તેમણે મતદાર વિસ્તારમાં વિકાસના કામોને વધુ ગતિ આપવા ખાતરી આપી હતી.