ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ મહાનગર ભાજપ અનુ જાતિ મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ વાઘેલા તથા ટીમ દ્વારા બંધારણ દિવસ નિમિત્તે જૂનાગઢ ખાતે ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા તથા મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર તથા જૂનાગઢ પ્રભારી હીરાભાઈ સોલંકી જુનાગઢ મહાનગર સંગઠનના મહામંત્રી મનન અભાણી મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા મહામંત્રી ભાવનાબેન વ્યાસ શીતલબેન તન્ના, યુવા મોરચાના પ્રમુખ વિનસ હદવાણી તથા જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પિરેટર જીવાભાઈ સોલંકી વાલભાઈ આમહેડા જૂનાગઢ અનુ.જાતિ મોરચા ના પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા, મહામંત્રી જીતેશ પરમાર, સાગર વઘેરા, મોરચાના પુર્વ મહામંત્રી વિજય દાફડા અનુ. જાતિ મોરચાના હોદેદારો તથા સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.