જુના મનદુ:ખમાં હત્યા કરી: મહિલા સહીત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદરમાં ધોળા દિવસે રઘુવીરપરા વિસ્તારમાં અગાઉનાં મનદુ:ખમાં ભાજપ અનુસૂચિત જનજાતીના જગદીશ લખમણભાઈ ઉલવા ઉ.34 નામના યુવાનને છરીના ઘા જીકી કરપીણ હત્યા કરવાના બનાવ મામલે પાંચ શખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.માણાવદરમાં યુવાનની હત્યા મામલે મળતી વિગત મુજબ માણાવદર ભાજપ અનુસૂચિત જાતિના જનજાતિ મોરચાના પ્રમુખ જગદીશ ઉલવા બપોરન સમયે રઘુવીરપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગના જમણવારમાં જમવા ગયા હતા તેની સાથે લખમણભાઈ કોડિયાતર સાથે હતા અને જમીને પરત બાઈક પર જતા હતા એ સમયે અજાણ્યા શખ્સો આવીને છરીના ઘા જીકી દેતા જગદીશ ઉલવા ઘાયલ થતા તેને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેનું મોત નીપજ્યું હતું હત્યાનો બનાવ બનતા પોલીસે ઘટના સ્થળે પોહચી અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી તપાસ શરૂ કરી હતી જયારે યુવાનની હત્યા મામલે વધુ તપાસ કરતા અગાઉના મનદુ:ખમાં વેજાભાઇ પોલાભાઇ મોરી, હાર્દીકભાઇ વેજાભાઇ મોરી, પુરીબેન વેજાભાઇ મોરી, રાજુભાઇ લખમણભાઇ કોડીયાતર, એભાભાઇ લખમણભાઇ કોડીયાતર તમામ રહે.માણાવદર વાળા સામે હત્યાનો ગુનો દાખલ આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથધરી છે.