ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે.
પાંચ રાજયોન વિધાનસભા ચૂંટણીમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યોમાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ ભાજપ સામે એ પ્રશ્ન છે કે મુખ્યમંત્રી કોણ બનશે. હવે એ વાતનો નિર્ણય લેવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ જાહેર કર્યા છે.
- Advertisement -
BJP Observers for Chhattisgarh, Madhya Pradesh and Rajasthan decided.
Rajasthan – Defence Minister Rajnath Singh, Vinod Tawade and Saroj Pandey
Madhya Pradesh – Haryana CM Manohar Lal Khattar, K Laxman, Asha Lakra
Chhattisgarh – Union Ministers Arjun Munda and Sarbananda Sonowal… pic.twitter.com/lTlrzvNSR6
— ANI (@ANI) December 8, 2023
- Advertisement -
રાજસ્થાનના નરીક્ષક તરીકે ભાજપે રક્ષામંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને રાજ્યસભા સંસદ સરોજ પાંડેના નામની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશની જવાબદારી હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર, કે લક્ષ્મણ અને આશા લકડાને સોંપવામાં આવી છે. જ્યારે છત્તીસગઢના નિરીક્ષક તરીકે અર્જુન મુંડા, સર્વાનંદ સીનોવાલ અને દુષ્યંત ગૌતમની પસંદગી કરવામાં આવી છે.
આ નિરીક્ષકો ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોનો અભિપ્રાય લેશે. ભાજપ હાઈકમાન્ડની મંજૂરી બાદ રવિવાર સુધીમાં નામોની જાહેરાત થઈ શકે છે.