ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં લોકતંત્રનું મહાપર્વ-ચૂંટણી નજીક છે, હિમાચલમાં તો મતદાનની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે પ્રચારની સાથે સાથે હવે પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે ભારતીય જનતા પાર્ટી તરફથી પોતાના 62 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
પહેલી યાદી જાહેર
ખાસ વાત એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરને સેરાજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, સાથે સાથે અનિલ શર્મા મંડી જ્યારે સતપાલ સિંહને ઉના બેઠક પર દાવેદાર બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં 12મી નવેરમબરે એક જ ફેઝમાં મતદાન કરવામાં આવશે અને આઠમી ડિસેમ્બરના રોજ પરિણામ આવશે.
- Advertisement -
BJP releases a list of 62 candidates for the upcoming #HimachalPradesh Assembly election.
CM Jairam Thakur to contest from Seraj, Anil Sharma to contest from Mandi and Satpal Singh Satti to contest from Una.
The election is scheduled to be held on 12th November. pic.twitter.com/hm7ZX0UDle
- Advertisement -
— ANI (@ANI) October 19, 2022
મંગળવારે જ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક કરવામાં આવી હતી જેમાં પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓએ લિસ્ટ પર મહોર મારી હતી. નોંધનીય છે કે સામે પક્ષે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધીમાં 46 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ચોંકાવનારા નિર્ણય
આ વખતે ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના પૂર્વ CM તથા ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં આવી નથી, ધૂમલના દીકરા અનુરાગ ઠાકુર મોદી કેબિનેટમાં સ્થાન ધરાવે છે. આટલું જ નહીં અનુરાગ ઠાકુરના સસરા ગુલાબ સિંહ ઠાકુરની ટિકિટ પણ કાપી લેવામાં આવી છે. તેઓ હવે 74 વર્ષના થઈ ગયા છે.