ભાજપે લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરી લીધી છે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી હતી. આમાં રમણ સિંહ અને વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે બુંદી સંજય કુમાર અને રાધા મોહન અગ્રવાલને મહાસચિવ બનાવવામાં આવ્યા છે. નડ્ડાની નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આઠ રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ નવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરી છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ડો. રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય, અરુણ સિંહ અને તરુણ ચુગને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
- Advertisement -
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023
- Advertisement -
લોકસભા ચૂંટણી પહેલા ભાજપની નવી ટીમની જાહેરાત
ભાજપના 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 મહામંત્રીની જાહેરાત કરી છે. જેમાં સંજીવ બંદીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા તો ડૉ.રમણસિંહ, વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. આ સાથે રઘુબર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, કૈલાશ વિજયવર્ગિયને રાષ્ટ્રીય મહામંત્રી, અરૂણ સિંહ, તરુણ ચુગને રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા છે.