થાનગઢ પાલિકાની ચૂંટણીમાં ચાર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકા ખાતે છેલ્લા બે વર્ષથી ચાલતા વહીવટદાર શાસનનો અંત આવ્યો હતો અને નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે આ સાથે જિલ્લાની લીમડી, સાયલા અને ધ્રાંગધ્રા ખાતે પણ તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણી પણ જાહેર કરાઈ હતી. જિલ્લાની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જાહેરાત થતા જ રાજકીય માહોલ પણ ગરમ થયો હતો આ સાથે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પોત પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવવા માટે સેન્સ લીધા હતા જેમાં થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચાર અપક્ષ ઉમેદવારોએ સૌ પ્રથમ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. ત્યારે સૌથી વધુ થાનગઢ નગરપાલિકાનું રાજકરણ પણ ગરમ જોવા મળ્યું હતું જેમાં ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન થાનગઢ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન વર્ષાબેન નારિયાણીયા દ્વારા સેન્સ પ્રક્રિયા માત્ર દેખાવની હોવાના અને પહેલેથી જ ઉમેદવાર ફિક્સિંગ થયા હોવાના ભાજપના નેતાઓ પર આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું હતું. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા થાનગઢના તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારી તમામને વિજય સંકલ્પ યાત્રા સાથે ઉમેદવારી પત્ર રજૂ કરાવ્યા હતા. આ તરફ ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરતા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે ભાજપ પક્ષ દ્વારા શુક્રવારે બપોરના સમયે થાનગઢ નગરપલિકાની તમામ 25 બેઠક, સાયલાની ધારાડુંગરી તથા લીમડીના ઉટડી તાલુકા પંચાયત બેઠક સહિત લીમડી અને ધ્રાંગધ્રા વોર્ડ નંબર 1ની બેઠકના તમામ 29 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી હતી.
- Advertisement -
ભાજપ દ્વારા જાહેર કરેલ ઉમેદવારો તથા બેઠક
થાનગઢ નગરપાલિકા
વોર્ડ નં: 1 – ભારતીબેન ભરતભાઈ ખમાણી, નીતાબેન મુકેશભાઈ રૂદાતલા, ભુપતભાઈ પરમાર, બબાભાઈ સર્દુલભાઈ ધાંધલ
વોર્ડ નં: 2 – રંજનબેન અશોકભાઈ સવાડિયા, જ્યોતિબેન જયેશભાઇ ખમાણી, નીતિનભાઇ બિપીનભાઈ શિહોરા, વિજય અણદાભાઈ વારેવાળીયા
વોર્ડ નં: 3 – લીલાબેન રામજીભાઈ ચાવડા, નિર્મળાબા બાપાલાલ ઝાલા, હર્ષદભાઈ મનસુખભાઇ પાટડિયા, અરુણભાઈ રઘુભાઈ મકવાણા
વોર્ડ નં: 4 – શીતલબેન હિતેશપુરી ગૌસ્વામી, નીતાબેન ચંદુભાઈ ચૌહાણ, વિનોદભાઇ બબાભાઈ બગડા, અકશભાઈ ગીરીશભાઈ પરમાર
વોર્ડ નં: 5 – કિરણબેન કિશોરભાઇ જાદવ
વોર્ડ નં: 6 – પાર્વતીબેન રાજેશભાઈ પારઘી, લીનાબેન યોગેશભાઈ ડોડીયા, ખોડાભાઈ પ્રભુભાઈ મકવાણા, પ્રદ્યુમનસિંહ દેવુભા રાણા
વોર્ડ નં: 7 – રંજનબેન સુનિલભાઈ મકવાણા, રૂપાબેન સુનિલભાઈ મુલડિયા, અમરશીભાઈ ચતુરભાઈ મકવાણા, ભાવુક ગુણવંતભાઈ લખતરીયા
થાનગઢ નગરપાલિકાના વોર્ડ નં: 5માં ભાજપે માત્ર એક ઉમેદવારો જાહેર કર્યા હતા.
- Advertisement -
લીમડી તથા સાયલા તાલુકા પંચાયત પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર
18 ઉટડી (લીમડી) – અનિલભાઈ દેવજીભાઈ ચાવડા
5 ધારા ડુંગરી (સાયલા) – ઘેલાભાઈ રણછોડભાઈ ઉગરેજા
ધ્રાંગધ્રા તથા લીમડી નગરપાલિકા પેટા ચૂંટણીના ઉમેદવાર
ધ્રાંગધ્રા વોર્ડ નં:1 – અમરાભાઇ ખોડાભાઇ હાડગડા (ભાજપ) , અલ્પેશભાઈ ભવાનભાઈ પટેલ (કોંગ્રેસ)
લીમડી વોર્ડ નં: 1 – હરદીપસિંહ વનરાજસિંહ રાણા (ભાજપ),