એક વર્ષ પૂર્વે નિર્માણ થયેલાં રોડ પર ખાડારાજથી ભ્રષ્ટાચારની આશંકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક ભ્રષ્ટાચારી રોડ નિર્માણનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જેમાં મૂળી તાલુકાનાં નળિયાથી નવાણિયા ગામ તરફ જવાનો માર્ગ ગત એકાદ વર્ષ પહેલા નિર્માણ થયો હતો. પરંતુ નિર્માણ થયેલ આ માર્ગમાં તંત્ર અને કોન્ટ્રાકટરની મિલીભગતથી થયેલ ભ્રષ્ટાચારની પોલ એક વર્ષમાં ખુલી જવા પામી છે. એક વર્ષ પહેલાં નિર્માણ થયેલ આ માર્ગ પર હાલ ખાડારાજ જામ્યું છે. લાખોના ખર્ચે નિર્માણ થયેલ માર્ગ પર એક વર્ષમાં જ ખાડા પાડી જતા હવે આવતા વર્ષોમાં તો રોડ અહી હશે કે નહિ આ પ્રશ્ર્નનો જવાબ તો તંત્રના અધિકારીઓ જ સારી રીતે આપી શકે તેમ છે.
ત્યારે વર્ષ પહેલા નિર્માણ થતાં માર્ગ અંગે તે સમયે જાગૃત નાગરિક દ્વારા ભ્રષ્ટાચારની રજૂઆત પણ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહિ આપતા માર્ગ નિર્માણના લાખો રૂપિયા હવે પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે.