રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઇ હરીભાઈ પટેલનો જન્મ તા.૦૭/૦૯/૧૯૭૫ના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓ આજે યશસ્વી જીવનના ૪૬ પૂર્ણ કરી ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
સૌનો સાથ સૌનો વિકાસમાં માનતા પુષ્કરભાઈ ૩ ટર્મથી કોર્પોરેટર પદે ચુંટાય છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરેમેન પદે રહી ચુકેલ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તા.૧૪/૧૨/૨૦૧૫ થી તા.૧૫/૦૬/૨૦૧૮ સુધી રહીને સફળતાપૂર્વક કાર્યભાર સંભાળેલ છે. હાલમાં, તેઓએ તા.૧૨/૦૩/૨૦૨૧ થી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પુનઃ પદભાર ધારણ કરેલ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન તરીકે પુષ્કરભાઈએ અત્યાર સુધીમાં કુલ ચાર વખત રાજકોટ મહાનગરપાલિકાના વિકાસલક્ષી બજેટ મંજુર કરેલ છે. તેઓ છેલ્લા ૨૨ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્કરભાઇ પટેલ ઉદ્યોગ અને બિલ્ડીંગ કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલ છે તેમજ ક્લબ યુવી, પટેલ પ્રગતિ મંડળ રાજકોટ, પટેલ સમાજ સેવા ટ્રસ્ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્ટ સહિતની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે. આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મિત્રો, શુભેચ્છકો તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા તેમના (મો.૯૮૭૯૩ ૭૭૭૭૭) પર ચોમેરથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે.