PM મોદીની ચાંપતી નજર, સમીક્ષા બેઠક બોલાવી
બિપરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં ઉચા મોજા પણ ઉછળી રહ્યા છે. વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં જામનગર, મોરબી (નવલખી) અને દ્વારકા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યા છે.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો બીજી તરફ બંદર પર લંગારેલી તમામ બોટોને સલામત સ્થળે રાખવા, માછીમારોને દરિયો ન ખેડવા, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની માથે મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતરાને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બપોરે મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ગુજરાતના જિલ્લા કલેક્ટરો, ઈંખઉ અને ગઉછઋના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.
- Advertisement -
દ્વારકાધીશ જગત મંદિરમાં એકસાથે ચડાવાઇ બે ધજા
ભયંકર વાવાઝોડું બિપોરજોય 5 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ગુજરાત તરફ આવી રહ્યું છે. વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વર્તાવા લાગી છે. વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ છે. ગઉછઋ અને જઉછઋની ટીમો તૈનાત કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.
- Advertisement -
વાવાઝાડાને પગલે દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ મંદિરે બે ધજા એક સાથે ચડાવામાં આવી છે. સવારે ભારે પવનના કારણે ધજા ચડાવાઇ નહોતી. જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. બે ધજા સાથે ચડાવવાથી દ્વારકા પરથી સંકટ ટળી જશે એવી લોક માન્યતા છે. જેથી આજે મંદિરે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.