ભારતીય મહિલા પહેલવાન 36 વર્ષિય કવિતાદેવી પર બાયોપિક બનવા જઈ રહી છે. ભારતીય કવિતા દેવીની ઓળખ દુનિયામાં એક એવી વ્યકિત તરીકે થાય છે. જેણે પહેલી ભારતીય મહિલા ડબલ્યુઈમાં ભાગ લીધો હતો અને સાબિત કર્યું હતું કે ભારતીય મહિલાઓ આ બાબતમાં કમ નથી.
કવિતા દેવી પર ફિલ્મ બનાવવા માટે સંબંધીત અધિકાર નિર્માતા પ્રીતિ અગ્રવાલે ખરીદયા છે અને તે ફિલ્મને ભવ્ય અંદાજમાં બનાવવા માંગે છે. જાણકારી મુજબ કવિતા અને દુનિયાભરમાં એક ભારતીય રેસલર તરીકે જાણીતા મશહુર ધી ગ્રેટ ખલી સાથે પણ તેનો ખાસ સબંધ રહ્યો છે. ખલીએ જ કવિતાદેવીને ડબલ્યુડબલ્યુઈ માટે ગૌણ શિક્ષણ આપ્યું હતું. કવિતાદેવી ડબલ્યુડબલ્યુઈની ખેલાડી બનતાં પહેલા સ્વતંત્ર રીતે હાર્ડકેડીનાં નામથી રેસલીંગ કરતી હતી.
- Advertisement -
હરીયાણાનાં જીંદ જીલ્લાનાં એક નાના ગામ માલવીમાં એક ખુબ જ સાધારણ પરિવારમાં જન્મેલી કવિતાદેવી પર ફિલ્મ બનાવવાને લઈને નિર્માતા પ્રીતિ અગ્રવાલે જણાવ્યું હતું કે કવિતા દેવીની પુરી જીંદગી પ્રેરણાદાયક રહી છે. જીંદગીનાં દરેક વળાંકોમાં તેણે જુસ્સો બતાવ્યો છે અને જીંદગીથી કયારેય હાર નથી માની.
ડબલ્યુડબલ્યુઈ હંમેશા મર્દોની રમત મનાતી હતી. બાદમાં દુનિયાભરની મહિલાઓ તેમાં ભાગ લેવા લાગી હતી. આ લોકપ્રિય ખેલ ભારત તરફથી કોઈ મહિલાનું પ્રતિનિધિત્વ નહોતુ. આ પરિસ્થિતિમાં કવિતા દેવીએ બતાવ્યુ કે ભારતીય મહિલાઓમાં કેટલુ જોર છે.હાલ ફિલ્મની પટકથા પર કામ ચાલી રહ્યુ છે. બાદમાં કલાકારો શુટીંગ શિડયુલ જાહેર થશે.