ચોટીલા પ્રાંત અધિકારીએ બે હોટલોમાંથી 39.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ચોટીલા – રાજકોટ હાઈવે પર હોટલોની ભરમાર સર્જાઈ છે ઠેર ઠેર હોટલો ઊભી કરી જાણે હાઇવે પર હોટલોના ધંધામાં જ કરોડપતિ બની જવાનું હોય તે પ્રકારે થોડા થોડા અંતરે જ હોટલો ખડકી દેવાઈ છે ત્યારે આ મોટાભાગે હોટલોની આડમાં ચાલતા ગેરકાયદે ધંધા પર ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડા કર્યા હતા. જેમાં ચોટીલા – રાજકોટ હાઈવે આવેલી ખુશ્ર્બુ હોટલ અને હોટલ યુપી બિહાર પંજાબી પર દરોડો કર્યો હતો આ હોટલ માલિકે બાયોડિઝલનો જથ્થો છુપાવવા માટે જમીનમાં પાણીના ટાંકાની માફક સંગ્રહ કરવા ટાંકો બનાવી તેના પર રૂમ ઊભી કરી દીધી હતી
- Advertisement -
જેથી કોઈપણ અધિકારી અહીં દરોડો કરવા જાય તો ચકરાવે ચડે પરંતુ બાયોડિઝલ અથવા કેમિકલનો જથ્થો મળી શકે નહીં પરંતુ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા હોટેલની ચોક્કસાઈ પૂર્વક તપાસ કરતા હોટલ પાસે બનાવેલ રૂમની નીચે આખો બાયોડિઝલ સંગ્રહ કરવાનો ટાંકો મળી આવ્યો હતો જેથી જે.સી.બીની મદદથી ટાંકા પર કરેલ પાક્કું બાંધકામ હટાવી 37,700 હજાર લિટર બાયોડિઝલ તથા એક ટેન્કર વાહન સાથે કુલ 39,71,200/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આ સાથે યુપી બિહાર પંજાબી હોટલના માલિક જેઠસુરભાઈ રામજીભાઈ ખાચર તથા ખુશ્ર્બુ હોટલના માલિક વિક્રમભાઈ જોરુભાઈ ધંધલની હોટલો સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.