વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. આ સાથે જ છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.
- Advertisement -
Extending my heartfelt appreciation to PM @narendramodi ji and @RailMinIndia for introducing the Amrit Bharat Train! This direct link between Malda Town and Bengaluru's Sir M. Visvesvaraya Terminal will significantly benefit travelers. Thank you! #AmritBharatTrain #AyodhyaDham pic.twitter.com/8hFYwbicCj
— DRM Malda (@drmmalda) December 30, 2023
- Advertisement -
અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
અમૃત ભારત એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેમાં 22 કોચ લગાવવામાં આવશે. જણાવી દઈએ કે વંદે ભારત અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશને પ્રથમ તબક્કામાં ત્રણ અમૃત ભારત ટ્રેનો મળશે.
#WATCH | Uttar Pradesh: Inside visuals of the new Amrit Bharat train, which PM Narendra Modi will flag off in Ayodhya today.
PM Narendra Modi will also inaugurate the redeveloped Ayodhya Dham railway station and flag off the new Amrit Bharat trains and Vande Bharat trains pic.twitter.com/xs6MjynQ3C
— ANI (@ANI) December 30, 2023
અમૃત ભારત એક્સપ્રેસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એસી નહીં હોય. તે સામાન્ય ટ્રેન જેવી હશે, પરંતુ તેમાં અપડેટેડ ટેક્નોલોજી સાથે એન્જિન અને કોચ હશે. અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ સ્લીપર, 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. આ ટ્રેનમાં એક સાથે લગભગ 1800 મુસાફરો મુસાફરી કરી શકશે.
By making traveling easier and more affordable, it is likely to attract more tourists and pilgrims, leading to increased revenue for local businesses and the creation of new job opportunities.#AmritBharatExpress#AmritStations #AmritKaal #vandebharatexpress #VandeBharatTrain pic.twitter.com/XV53yjC0Hi
— The Purvanchal Index (@PurvanchalIndex) December 27, 2023
આ સિવાય ગાર્ડના 2 કમ્પાર્ટમેન્ટ હશે. ઉપરાંત રેલવેએ દિવ્યાંગોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. PM મોદી 30 ડિસેમ્બર એટલે કે શનિવારે પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.