મહિલાઓ વધુ ને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વીમાસખી યોજનામાં લાવવામાં આવશે : ધારાસભ્ય ડો.દર્શિતા શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીમાસખી યોજનાનો શુભ આરંભ કરવામાં આવેલ છે.ભારતની સૌથી મોટી અને સરકારી જીવનવીમા કંપનીમાં મહિલા સલાહકારની ભરતીની યોજના છે.આ યોજનામાં વધુને વધુ મહિલાઓ જોડાય જે અનુલક્ષી ધારાસભ્ય ડો.દર્શિતા શાહ દ્વારા પોતાના જનસેવા કાર્યાલય ખાતે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધેલ આ અંગે ધારાસભ્ય ડો.દર્શિતા શાહ એ જણાવેલ કે માનનીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓ વધુને વધુ સશકત થાય અને આત્મનિર્ભર બને તે હેતુસર મોદી દ્વારા આ યોજના મહિલાઓ માટે લાવવામાં આવેલ છે.તેમજ કઈંઈ સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવવાની અમુલ્ય તક એટલે વીમાસખી યોજના જે માટે વયમર્યાદા 18 થી 70 સુધી તથા શૈક્ષણિક લાયકાત ધો.10 પાસ છે.તેમજ કઈંઈ દ્વારા ત્રણ વર્ષ માટે સ્ટાઈપન્ડ પણ આપવામાં આવે છે.જેમાં પ્રથમ વર્ષે 7 હજાર,બીજા વર્ષે 6 હજાર,ત્રીજા વર્ષે 5 હજાર દર મહીને આપવામાં આવશે.તેમજ ભવિષ્યમાં હાઉસિંગ લોન,ગ્રુપ ઇન્સ્યોરન્સ,મેડીકલ ઇન્સ્યોરન્સ,વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વય મર્યાદામાં છૂટછાટ અને ગ્રેચ્યુટી જેવા અનેક લાભો મહિલાઓને મળશે.તેમજ આ યોજનામાં ગૃહિણી,ખાનગી કંપનીના મહિલા કર્મચારી,માર્કેટિંગ કરતા મહિલાઓ,કોલેજ કરતી વિદ્યાર્થીનીઓ તથા સ્વરોજગાર કરતી મહિલાઓ લાભ લઇ શકશે. આ વીમાસખી યોજના કેમ્પમાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ,મેયર નયનાબેન પેઢડીયા,રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી,મહિલા કોર્પોરેટરઓ, એલ.આઈ.સી. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ તથા એલ.આઈ.સી.ના ડેવલપમેન્ટ ઓફિસર મયુરસિંહ જાડેજા,સામાજિક સંસ્થાના બહેનો તથા મહિલા સંગઠનના જુદા જુદા હોદેદારઓ બહોળી તેમજ સંખ્યામાં જુદા જુદા વોર્ડ માંથી બહેનો ઉપસ્થિત રહ્યા.