ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરમાં બાયપાસ પર આવેલા કુંભનાથ મહાદેવ મંદિર ખાતે ભક્ત મંડળ દ્વારા ભવ્ય બિલ્વપત્ર યજ્ઞ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરાગ બી. જોષીની આગેવાની હેઠળ શિવ પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ બિલ્વપત્ર અર્પણ કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ લીધા હતા.
- Advertisement -
આ ધાર્મિક કાર્યક્રમની સાથે જ, કુંભનાથ મહાદેવ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આગામી દિવસોમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે કુંભનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનનો લાભ લેવા માટે મહંત ધીરજગીરી ગોસ્વામી અને ચિરાગ બી. જોષી દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મારૂતિધામના મહંત ભાવેશબાપુ ગોંડલીયા, વિજયભાઈ જોષી, ધર્મેન્દ્રભાઈ જોષી, જસુભાઈ દવે સહિતના મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દ્વારકેશભાઈ જોષી, મયંકભાઈ, અને જીવાદાદાએ જહેમત ઉઠાવી હતી.



