ગૌસેવકમાં રોષ ફાટી નિકળ્યો ગુન્હેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ
ગોંડલ તાલુકાના બિલિયાળા ગામ નજીક બે ધણખુટને કોઈ નરાધમ શખ્સોએ વાહન પાછળ બાંધી ઢસળી લાવી મૂકી દેતા એક ધણખૂંટનું ગળાફાંસા ના કારણે મોત નિપજ્યુ હતું બનાવ ના પગલે અરેરાટી વ્યાપી જવા પામી હતી ઘટના અંગે ગૌસેવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા તાજવીજ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ બિલીયાળા ગામ પાસે એક ધણખુટ ગળેફાંસો આપેલી હાલતમાં મૃત્યુ પડ્યો હોય અને બીજો ધણખુટ ઇજાગ્રસ્ત હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો જણાતા બિલીયાળા કિશોર સેવા ટ્રસ્ટ ગૌશાળાના સંચાલક હકાભાઇ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ગોંડલ ખાતે ગૌસેવક કિશોર સેવા ટ્રષ્ટ પ્રમુખ ગોપાલભાઈ ટોળીયા, શ્રી રામગર બાપુ ટ્રષ્ટ ના જયકરભાઈ જીવરાજાની ને જાણ કરતા ગૌ સેવકો રોષે ભરાયા હતા મૂંગા પશુઓ સાથે બનેલી ઘટના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી તાકીદે આરોપીઓને પકડી કાનૂની રાહે દંડ ફટકારવામાં આવે તેવી માંગ કરી હતી.
- Advertisement -
બનાવ અંગે જયકરભાઈ જીવરાજજાનીએ જણાવ્યું હતું કે બિલીયાળા ગામ આસપાસના ગામના કોઈ શખ્સોનું જઘન્ય કૃત્ય હોવું જોઈએ ઘણ ખૂંટને વાહન પાછળ બાંધી ખૂબ દોડાવી ઢસડવા માં આવ્યા છે, આવું કૃત્ય આચરનારા શખ્સોએ પોતાની વિકૃત માનસિકતા છતી કરી છે આવા ગુનેગારો વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ