ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધાંગધ્રા હાઇવે પર વારંવાર અકસ્માતને લીધે અને પરિવારોના સભ્યો મોતને ભેટ્યા છે તેવામાં વધુ એક કિસ્સામાં બાઈક ચાલક આધેડને ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા આધેડનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા જિલુભાઈ પાટડિયા ચૂલી ગામ નજીક હાઈવે પર પોતાનું બાઈક લઈને ઊભા હોય તેવા સમયે હળવદ તરફથી ૠઉં 13 અખ 3353 નંબર વાળા ટ્રેક્ટર ચાલકે પૂર ઝડપે ટ્રેક્ટર ચલાવતા હાઇવે પર બાઇક લઈને ઉભેલા આધેડ સાથે ટ્રેક્ટરનો અકસ્માત થયો હતો આ તરફ બાઈક ચાલક આધેડ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડતા ગંભીર ઇજાઓના લીધે આધેડનું મોત થયું હતું જેને લઈ મૃતક આધેડન પુત્ર મુકેશભાઈ પાટડિયા દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.



