કેશોદથી બે બાઇક ચોરી કર્યા હતા
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળમાં ચોરી કરેલ બાઈક ફેરવતા શખ્સને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો હતો. તેની પાસેથી બે ચોરી કરેલ નંબર પ્લેટ વગરની બાઈકો મળી આવતા તેને પોલીસે કબ્જે કરી હતી. આ બંન્ને બાઈકો કેશોદમાંથી ચોરેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવતા પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ કેશોદ પોલીસમાં નોંધાયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલવામાં વેરાવળ પોલીસને સફળતા મળી છે.બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો વેરાવળ શહેરમાં નંબર પ્લેટ વગરની ચોરીયાઉ બાઈકો ફરતી હોવાનું પોલીસને ધ્યાને આવેલ હતુ. જેને લઈ સીટી પીઆઈ એસ.એમ.ઈશરાણીએ આવી શંકાસ્પદ બાઈકો સામે કાર્યવાહી કરવા ડીસ્ટાફની સૂચના આપી હતી. તે દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલ ડીસ્ટાફની ટીમને બાતમી મળતા ઙજઈં એ.સી.સિંધવ, મયુર વાજા, જયેશ ડોડીયા સહિતના પાટણ દરવાજા પાસે વોચમાં રહ્યા હતા. ત્યારે જીએમબી કચેરી પાસેથી એક નંબર વગરનું બાઈક પસાર થતા તેને શંકાના આધારે રોકાવીને બાઈકના આધાર પુરાવા માંગ્યા હતા. ત્યારે બાઈક ચાલક રમેશભાઇ પુંજાભાઇ હેલૈયા રહે.વેરાવળ વાળો પુરાવા રજુ કરેલ નહીં અને ગલ્લા તલ્લા કરવા લાગેલ હતો.પુછપરછ કરતા ચોરીની કબુલાત આપી બાદમાં તેની આગવીઢબે પુછપરછ હાથ ધરતા તેને એક રજી.નં.ૠઉં-32- અ – 4314 વાળું બાઈક એકાદ વર્ષ પહેલા કેશોદ બસ સ્ટેશન પાસેથી તથા બીજું મો.સા.નં.રજી. નં.ૠઉં-03-ઉંઊ-3521 વાળું બાઈક છએક મહિના પહેલા કેશોદ રેલ્વે સ્ટેશન પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.