ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગર એલસીબી ટીમે શહેર વિસ્તારોમાં પેટ્રોલીંગ હતી તે દરમ્યાન મળેલી ચોક્કસ બાતમી આધારે બે સ્થળોએથી ત્રણ શંકાસ્પદ મોટર સાયકલો કિં.રૂ.1 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ મોટરસાયકલ ભાવનગર જિલ્લાના નિલમબાગ તથા વરતેજ પોલીસે સ્ટેશનમાં મોટરસાયકલ ચોરી અંગેના ગુન્હા નોંધાયા હતા, આ ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી વીસેક દિવસ પહેલા સીદસર ગામ ભોળાનાથના મંદિર પાસેથી તથા આજથી ત્રણેક દિવસ પહેલા બપોરના સમયે તળાજા જકાતનાકા ખોડીયાર મંડપ પાસે સીદસર રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ. આ જુદી જુદી કંપનીની 2 જેટલી મોટરસાઈકલની જુદી જુદી કિંમત ગણી કુલ રૂ.80,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આથી વરતેજ પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
ચોરીના બીજા બનાવ શહેરના તખ્તેશ્વર મંદીર જવાના રસ્તા પાસે માધવ હીલ અમી આર્ટની બંધ દુકાન સામે અલફાઝ ઉર્ફે લમ્બુ અબુભાઇ બેલીમ ઉ.વ.23 નંબર પ્લેટ વગરના મો.સા સાથે ઉભેલ છે. જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. આ બાઈકના કાગળો-આરસી બુક તપાસ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું, આ ઇસમને મોટર સાયકલ અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી બે દિવસ પહેલા રાત્રીના સમયે મસ્કા ચસકા ફાસ્ટ્ફૂડના જાહેર પાર્કીંગમાથી સંસ્કાર મંડળ પાસેથી ચોરી કરેલ હોવાનું જણાવ્યું હતું, આ મોટરસાઈકલ કિંમત રૂપિયા 20,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, આથી ઘોઘા રોડ પોલીસને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આમ એલસીબી જુદી જુદી બે સ્થળોએથી 3 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.