ચોમાસું સત્રનો ત્રીજો દિવસ
સીઝફાયર કરાવનાર ટ્રમ્પ કોણ છે?: સરકાર કહે છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે, ટ્રમ્પે 25મી વખત કહ્યું- મેં ભારત-પાક. યુદ્ધ રોક્યું: રાહુલના પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સંસદના ચોમાસુ સત્રમાં ભાગ લીધા પછી બહાર આવેલા રાહુલ ગાંધીએ બુધવારે કેન્દ્ર સરકારને ઓપરેશન સિંદૂર પર સવાલો ઉઠાવ્યા હતા. રાહુલે કહ્યું – સરકાર કહે છે કે ઓપરેશન સિંદૂર ચાલુ છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તેને રોકવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે 25 વાર કહ્યું કે તેમણે સીઝફાયર કરાવ્યું. તેઓ કહેવાવાળા કોણ છે, આ તેમનું કામ નથી. પરંતુ પીએમએ આનો એક પણ જવાબ આપ્યો નહીં. એવું લાગે છે કે દાળમાં કંઈક કાળુ છે.
બુધવારે સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે, બિહાર મતદાર ચકાસણી મુદ્દા પર હોબાળો થયો. વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં આવ્યા. તેમણે કાળા વાવટા ફકાવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શાંત રહેવાની અપીલ કરી હતી. સ્પીકરે વિપક્ષી સાંસદોને સૂત્રોચ્ચાર કરવાની મનાઈ ફરમાવી અને કહ્યું- તમારે સંસદમાં રસ્તા પરના વ્યક્તિ જેવું વર્તન ન કરો. દેશના નાગરિકો તમને જોઈ રહ્યા છે. લોકસભાની કાર્યવાહી 10 મિનિટ સુધી ચાલી, ત્યારબાદ સંસદની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ)ના મુદ્દા પર વિપક્ષે સંસદના મકર દ્વાર ખાતે પણ પ્રદર્શન કર્યું. રાહુલની સાથે પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવ પણ જોવા મળ્યા હતા. આપ સાંસદ સંજય સિંહે રાજ્યસભામાં જઈંછ ના ‘બંધારણીય અને ચૂંટણીલક્ષી પરિણામો’ પર ચર્ચા કરવા માટે પ્રસ્તાવની નોટિસ આપી
NDIA બ્લોક ‘હુલ્લડ’ બ્લોક બની ગયો છે: શિવરાજસિંહ
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, INDIA બ્લોક ‘હુલ્લડ’ બ્લોક બની ગયો છે. સંસદની બહાર તેઓ કહે છે કે ચર્ચા થવી જોઈએ, પરંતુ તેઓ ગૃહમાં ચર્ચાથી ભાગી રહ્યા છે. ગઈકાલે મેં વિપક્ષને હાથ જોડીને ચર્ચા થવા દેવાની અપીલ કરી હતી, પરંતુ તેઓએ હોબાળો ચાલુ રાખ્યો હતો.