બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિન્હાએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બિહાર વિધાન મંડળના વિશેષ સત્રની કાર્યવાહી દરમિયાન બીજેપી ધારાસભ્ય અને સ્પાકર વિજય સિન્હાએ પ્રથમ સદનને સંબોધિત કર્યુ અને ત્યારબાદ પોતાનું રાજીનામું આપવાની ઘોષણા કરી છે. વિજય સિન્હાએ સદનમાં કહ્યું કે, તેમને બહુમતથી સદનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા પરંતુ વર્તમાન રાજકીય સ્થિતિમાં બહુમત મારા પક્ષમાં નથી એટલા માટે હું મારા પદનો ત્યાગ કરું છું.
લખીસરાયથી બીજેપી ધારાસભ્ય વિજય સિન્હાએ કહ્યું કે, મારા વિરુદ્ધ કેટલાક ધારાસભ્યો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે એટલા માટે બહુમતના આધાર પર મારું પદ પર બની રહેવું ઉચિત નથી. નવી સરકાર બનતા જ હું રાજીનામું આપી દેત પરંતુ કેટલાક ધારાસભ્યો મારા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા જે મને યોગ્ય ન લાગ્યું. તેમણે કહ્યું કે, અધ્યક્ષ પદના મારા કાર્યકાળ દરમિયાન મેં પૂરી નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. મને લાગ્યું કે, પોતાનો પક્ષ રાખ્યા વગર પદનો ત્યાગ કરવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મારા પર લગાવવામાં આવેલા મનમાની અને તાનાશાહીના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.
- Advertisement -
વિજય સિન્હાએ કહ્યું કે, મેં પોતાના 20 મહિનાના કાર્યકાળમાં સદનને ઉંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. જે પણ આ આસન પર બેસશે તે બધા ધારાસભ્યોનું માન-સમ્માન વધારવાનું કામ કરશે. સત્તા પક્ષ અને વિપક્ષને સમાન નજરે જોશે. વિજય સિન્હાએ કહ્યું કે, આશા છે કે, સદનમાં યોગ્ય રીતે ચર્ચા થશે.