તા.21મીએ રવિવારે સતત 10માં વર્ષે ગરબા, ગરિમા અને ગૌ સેવા હિતાર્થે આયોજન: રાજકોટના ખેલૈયાઓને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રખ્યાત ગાયકો કરાવશે થનગનાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઈતિહાસમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માપવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ખેલૈયાઓ ગરબે ઘૂમશે. છેલ્લા 9 વર્ષથી સતત ધમાકેદાર આયોજન કરનાર એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ મીડિયા આ વર્ષે સતત 10માં વર્ષમાં ઝાકમઝોળ “વેલકમ નવરાત્રી”નું ભવ્ય આયોજન કરી રહ્યા છે. બિગેસ્ટ વેલકમ નવરાત્રી 2025ના મુખ્ય આયોજક પ્રકાશભાઈ રાવરાણી અને સંદીપભાઈ બગથરીયા સહિત અન્ય આયોજકો વિક્રમભાઈ વાક, સુરૂભા જાડેજા, હેમેન્દ્રસિંહ જાડેજા, જય બોરીચા અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતના યુવાઓ અગ્રણીઓ અને તેમની ટીમ છે, જેમના પ્રયત્નોથી રાજકોટમાં વેલકમ નવરાત્રીના આ 10માં અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઉત્કૃષ્ટ યુવા ખેલૈયા, દંપતી, સિનિયર સિટીઝન સહિતના ખેલૈયાઓને ઈનામ વિતરણ કરાશે. આ ભવ્ય ઉત્સવ રવિવાર, તા. 21 સપ્ટેમ્બર, સાંજે 7 વાગ્યે માં નવદુર્ગાની આરતીથી આરંભાશે. ત્યારબાદ સૂર અને સંગીતના સથવારે બેલૈયાઓને ગરબે પુમાવવા માટે જાણીતા સિંગર માર્ગી પટેલ અને મૃદુલ ષોપ રંગત જમાવશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, સીસીટીવી તેમજ ખેલૈયાઓની સુરક્ષા કાજે બાઉન્સર સિક્યુરિટી તેમજ વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે સુદ્રઢ આયોજન કરાઈ રહ્યું છે.
ક્રિકેટના પીચ પર આ વખતે રન નહીં પણ રાસ, ગરબા અને થનગનાટની કેમિસ્ટ્રી” જોવા મળશે. ખેલૈયાઓના અભૂતપૂર્વ ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ નવરાત્રીનું આયોજન રાજકોટના સાંસ્કૃતિક ઈતિહાસમાં એક અનોખો મુકામ બનશે. આ તકે વેલકમ નવરાત્રીને દીપાવવા હિરેનભાઈ ભટ્ટ (તંત્રી-દિવ્ય ભાસ્કર), ધર્મેશ વૈષ્ણવ (હેમાફોસ પ્રા.લિ.), પીંટુભાઈ ખાટડી(યુવા ભાજપ અગ્રણી), ભાનુબેન બાબરીયા(કેબીનેટ મંત્રી), નયનાબેન પેઢડીયા (મેયર), ડો. ઓમ પ્રકાશ (કલેક્ટર-રાજકોટ), રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, તુષાર સુમેરા (મ્યુનિ. કમિશનર), નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભા) ડેપ્યુટી મેયર), અરવિંદ રૈયાણી, પ્રદિપભાઈ ડવ (પૂર્વ મેયર), રામભાઈ મોકરીયા(સાંસદ-રાજ્યસભા), પરસોત્તમ રૂપાલા (સાંસદ-લોકસભા), જયેશ રાદડીયા(પૂર્વ મંત્રી-ગુજરાત), મૌલેશ ઉકાણી (બાન લેબ), નિતીન ભારદ્વાજ(ભાજપ અગ્રણી), વિજયસિંહ વાળા(સુરભી ક્લબ), સતીષ મહેતા(અબતક મીડિયા હાઉસ – એમ.ડી.), મુકેશ દોશી(પૂર્વ શહેર ભાજપ પ્રમુખ), ભુપત બોદર(પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ), ઉદય કાનગડ(ધારાસભ્ય), રમેશભાઈ ટીલાળા(ધારાસભ્ય), દર્શીતાબેન શાહ(ધારાસભ્ય), ભરત બોધરા (પ્રદેશ ભાજપ અગ્રણી), અર્જુનસિંહ રાણા (ગુજરાત સ્પો. યુનિ. કુલપતિ), માધવ દવે (શહેર ભાજપ પ્રમુખ), પુષ્કર પટેલ (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન), નિતીનભાઈ નથવાણી(તંત્રી- સિટી ન્યુઝ), કાશ્મીરાબેન નથવાણી (મહિલા ભાજપ અગ્રણી), વિરેન્દ્રસિંહ ઝાલા(તંત્રી- જી.ટી.પી.એલ.), વિજયભાઈ વાંક(પૂર્વ મંત્રી, પૂર્વ કોર્પોરેટર, ગૌ સેવક), સુરેન્દ્રસિંહ વાળા(પૂર્વ દંડક-રાજકોટ), પરેશભાઈ ડોડીયા (ખાસ ખબર-એમ.ડી.), ગણેશભાઈ ગોંડલ (યુવા ભાજપ અગ્રણી – ગોંડલ), પ્રદિપસિંહ જાડેજા (રિટાયર્ડ સિનિયર આઈપીએસ), એમ.વી. વેકરીયા(સુશ્રુત હોસ્પિટલ), જયમીન ઠાકર(સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન), નરેન્દ્રદાસ ગૌ ભકત મકનબાપા સેવાધામ-સડક પીપળીયા, નરેન્દ્રસિંહ જાડેજા (રા.લો. સંઘ-પ્રમુખ), અશ્વિન મૌલીયા (રાજકોટ ભાજપ મહામંત્રી), અશૌકભાઈ બગથરીયા – અકિલા પ્રેસ, કૃષ્ણરાજસિંહ જાડેજા – કરણી સેના અને ડો. અમિત હાપાણી (પ્રગતિ હોસ્પિટલ) સહિતના સામાજિક અગ્રણીઓ હોદેદારો- મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પાસ માટે કોન્ટેક કરો: જયેશ રાવરાણી મો. 9265027118
કેન્સર વોરિયર ગરબે ઘૂમશે, રાસ સાથે માનવતા પણ મહેકશે
એસપી ક્લબ અને રાજકોટ અપડેટ્સ મીડિયા આયોજિત બિગેસ્ટ વેલકમ નવરાત્રીમાં અબતક સુરભિ અને ઝીલ એન્ટરટેનમેન્ટના સથવારે કેન્સર વોરિયર પણ ગરબે ઘૂમી સાહસ અને જુસ્સાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે સાથે ઝૂંપડપટ્ટીના બાળકો પણ અર્વાચીન ગરબીમાં રાસ ગરબાની રમઝટ બોલાવશે. તેમજ આ વેલકમે નવરાત્રી 2025ની તમામ રકમ ગૌ શાળાના લાભાર્થે દાન સ્વરૂપે અર્પણ કરાશે.



