હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીઓ પૂરી થયા પછી હવે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જોવાઈ રહી છે રાહ
મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે ચૂંટણી?
- Advertisement -
કમિશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. ચૂંટણી માટે લગભગ ચાલીસ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, અહીં 26 નવેમ્બર પહેલા ચૂંટણી યોજવામાં આવશે. તેથી ચૂંટણીની તારીખો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચ મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે ઉત્તર પ્રદેશ અને વાયનાડમાં યોજાનારી પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી અપેક્ષા છે. જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી તે જ સમયે તેમણે કહ્યું હતું કે, ઘણા રાજ્યોમાં કુદરતી આફત આવી છે જેના કારણે પેટાચૂંટણીની તારીખ હજુ જાહેર કરી શકાય નહીં. સ્થિતિ સામાન્ય થતાં જ ચૂંટણીની તારીખ નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની સાથે પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર કરે તેવી શક્યતા છે.
- Advertisement -
ઝારખંડમાં ચૂંટણી ક્યારે યોજાશે?
ઝારખંડની વાત કરીએ તો અહીંની વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થશે. આવી સ્થિતિમાં ઝારખંડમાં ચૂંટણીની તારીખ લંબાવવામાં આવે તેવી શક્યતા છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચૂંટણી પંચ તમામ બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવી શકે છે જ્યાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.