ગુજરાત ATSને મળેલી માહિતીને આધારે સ્ક્રેપના કન્ટેનરમાં કોલકાત્તા પોર્ટ પર લવાયેલું 200 કરોડનું 40 કિલો હેરોઇન પકડ્યું
છેલ્લા એક વર્ષની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતની એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ પર એક બાદ એક તવાઈ બોલાવી કાળા કારોબારના ધંધાના પાટિયા પાળી દેવાના તમામ પ્રત્યનો કરી રહી છે. ત્યારે ગુજરાત ATSને ફરી મોટી સફળતા મળી છે. કોલકાત્તા પોર્ટ પર DRI સાથે મળી કરેલા મેગા સર્ચ ઓપરેશનમાં સ્ક્રેપના કન્ટેનરમાં લવાયેલું 200 કરોડનું હેરોઇન પકડી પાડ્યું છે.કન્ટેનર ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કોલકાત્તા પોર્ટ પર આવ્યું હતું. ગુજરાત ATSને મળેલી માહિતીને આધારે ભંગારમાંથી 40 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. જેની અંદાજિત કિમત 200 કરોડ છે.
- Advertisement -
સફળ ઓપરેશન મુદ્દે ગુજરાત DGP આશિષ ભાટીયાનું નિવેદન
ત્યારે કોલકત્તાથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાવવાનો મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને માહિતી આપતા કહ્યું હતું કે `ઓપરેશન ગીયર બોક્સ’ના નામથી ગુજરાત ATSએ કાર્યવાહી કરી છે. સેંચ્યુરી નામના કન્ટેઈનરમાં 12 ગીયર બોક્સમાં સફેદ રંગથી માર્કિંગ હતું. જેમાંથી ડ્રગ્સના 72 પેકેટ મળી આવ્યા છે.