ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 પ્રોજેકટ ઝડપથી આગળ વધી રહ્યો છે અને ચંદ્રયાન-3ના લેન્ડરે શ્રીહરિકોટા ખાતેના સેટેલાઈટ સેન્ટર અને ઈલેકટ્રોમેગ્નેટીક ઈન્ટરફેરન્સ ઈલેકટ્રો-મેગ્નેટીક કેપેબીલીટી ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કર્યા છે. સ્પેસ એજન્સીના જણાવ્યા મુજબ આ ટેસ્ટ સેટેલાઈટ મીશનમાં સૌથી મહત્વના છે.
બ્રહ્માંડના વાતાવરણમાં લેન્ડર સહિતના રોકેટના ભાગો ઈલેકટ્રોમેગ્નેટીક લેવલમાં પણ તેનું કાર્ય યોગ્ય રીતે કરી શકે તે હેતુથી આ ટેસ્ટ કરવામાં આવે છે. જેના કારણે સમગ્ર મિશન સફળ રહે છે.
- Advertisement -
ચંદ્રયાન-3માં ત્રણ મુખ્ય મોડયુલર છે એક રોકેટ જે લેન્ડર તથા રોવરને સાથે લઈ જાય છે તે પછી રોવર જે ચંદ્ર આસપાસ ફરે છે અને ત્રીજુ લેન્ડર જે ચંદ્રની ધરતી પર ઉતરશે અને લેન્ડીંગ પછી પણ તે તેની કામગીરી યોગ્ય રીતે કરે તે માટે પણ આ ટેસ્ટ કરવામાં આવે છે.