હાલમાં જાપાનમાં ખાલી પડેલા 90 લાખ મકાનો એક મોટી સમસ્યા છે. ઘટતો જન્મ દર અને વૃધ્ધાવસ્થા સરકાર માટે એક પડકાર છે. અહીં ખાલી પડેલા મકાનોની સંખ્યા 90 લાખથી વધુ છે, જે ન્યુયોર્ક શહેરની વસ્તી કરતાં વધુ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જાપાનની ઘટતી જતી વસ્તી આનુ કારણ છે.
વસ્તી પિરામીડમાં ફેરફારો
જાપાનની વસ્તી પિરામીડ પણ બદલાઇ ગઇ છે. કાંડા યુનિવર્સિટી ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર જયોફ્રી હોલે કહ્યું કે, ખાલી મકાનો પાછળનું મુખ્ય કારણ દેશની ઘટતી વસ્તી છે. 2022ની વસ્તી ગણતરી મુજબ. જાપાનની વસ્તી લગભગ 12 કરોડ છે. તેની વસ્તી અગાઉની સરખામણીમાં લગભગ આઠ લાખ જેટલી ઘટી છે.
- Advertisement -
આ સિવાય મકાનો ખાલી રહેવાનું એક કારણ એ પણ છે કે ખાલી પડેલી જમીનની સરખામણીએ બાંધેલા મકાનો પર ઓછો ટેકસ લાગે છે, તેથી જ લોકો તેમની ખાલી પડેલી જમીન પર મકાનો બનાવે છે. જાપાનમાં, આ ખાલી મકાનો શહેરો કરતાં ગામડાઓમાં વધુ છે કારણ કે હવે ત્યાંના લોકો નિવૃતિ પછી ગામડાઓમાં જવાને બદલે નિવૃત્તિ ગૃહમાં જવાનું પસંદ કરે છે.
જો કે, જાપાન સરકારે કડક વલણ અપનાવ્યું છે અને લાંબા સમયથી ખાલી પડેલા મકાનોના માલિકોને મકાનોનું નવીનીકરણ કરવા અથવા તેને જમીન પર તોડી પાડવા માટે કહી રહી છે.
ટોકયોના ઘરો પણ સુના છે
કુલ મકાનોમાંથી 14 ટકા મકાનો ખાલી છે. જાપાનમાં દર આઠમાંથી લગભગ એક ઘર ખાલી પડેલું છે. અકિયા તરીકે ઓળખાતા ખાલી મકાનો શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવેલા હતા. પરંતુ હવે આવા ઘરો ટોકયો અને કયોટો જેવા મોટા શહેરમાં પણ જોવા મળે છે.