સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જાહેરાત પહેલા રાજ્યમાં 27 ટકા અનામત સંદર્ભે OBC જન અધિકાર સમિતિની રચના, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત બાબતે લડત થશે વધુ ઉગ્ર
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે ખાસ સમિતિ બની છે. વિગતો મુજબ OBC જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે. આ તરફ હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે.
- Advertisement -
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત રાજ્યમાં 27% OBC અનામત સંદર્ભે OBC જન અધિકાર સમિતિ બનાવવામાં આવી છે. આ OBC જનઅધિકાર સમિતિમાં પાંચ સભ્યો હશે. જેમાં ખાસ કરીને કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો સમિતિના સભ્યો હશે.
આ સાથે ગાંધીનગર સહિત રાજ્યમાં અનેક સ્થળોએ કાર્યક્રમ થશે. નોંધનીય છે. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત મુદ્દે લડત વધુ ઉગ્ર થઈ શકે છે. આ તરફ અગાઉ કોંગ્રેસ સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી ચુક્યું છે.




