હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે, પણ સાવચેતીના ભાગરૂપે ફરી એકવાર સમગ્ર દેશમાં રસીકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે
કોરોનાની સંભવિત લહેરને લઈ ચિંતાના માહોલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું છે કે, હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે. આ તરફ ફરી એકવાર સમગ્ર દેશમાં રસીકરણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જોકે સારા સમાચાર એ છે કે, Covovax રસી આવતા અઠવાડિયે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂર થઈ શકે છે.
- Advertisement -
ભારતના ડ્રગ રેગ્યુલેટરની નિષ્ણાત પેનલ આવતા અઠવાડિયે બૂસ્ટર ડોઝ તરીકે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસી કોવેક્સનો ઉપયોગ કરવાનું વિચારી શકે છે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, Covovax ને પહેલાથી જ પ્રતિબંધિત ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે અને આગામી સપ્તાહે યોજાનારી બેઠકમાં બૂસ્ટર તરીકે તેના ઉપયોગ અંગે ચર્ચા થઈ શકે છે.
આ રસી ઓમિક્રોન વેરિઅન્ટ્સ સામે કેટલી અસરકારક?
અદાર પૂનાવાલાએ પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, Covovax રસીને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે. કોવિશિલ્ડની તુલનામાં આ રસી કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ સામે ખૂબ સારી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે સપ્લાય માટે રસીનો પૂરતો સ્ટોક છે.
Covovax vaccine to get booster dose approval in 10-15 days: SII CEO Adar Poonawalla
- Advertisement -
Read @ANI Story | https://t.co/0tyfpmZOTt#Covovax #CovidVaccines #COVID19 pic.twitter.com/yyUfZHheAt
— ANI Digital (@ani_digital) January 9, 2023
મહત્વનું છે કે, 28 ડિસેમ્બર 2021ના રોજ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે યુવાનોમાં કટોકટીના ઉપયોગ માટે Covovax ને મંજૂરી આપી હતી. આ પછી તે 12 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરાયેલી ચોથી રસી બની. આ પ્રોટીન સબ્યુનિટ રસી છે જે રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખશે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે, કોરોનાના કહેર વચ્ચે દરેક લોકો ભારત તરફ આશા સાથે જોઈ રહ્યા છે.
નોંધનીય છે કે, 12 થી 18 વર્ષની વયના 460 ભારતીય કિશોરો વચ્ચે Covovax થી લોકોની સુરક્ષા અને રોગપ્રતિકારક શક્તિ અંગે ક્લિનિકલ ટ્રાયલ પણ હાથ ધરવામાં આવી હતી અને જે સફળ રહી હતી. ડેટા દર્શાવે છે કે, Covovax કિશોરોમાં ઇમ્યુનોજેનિક હતું. તો કોવિશિલ્ડ વિશે પૂનાવાલાએ કહ્યું કે, કેન્દ્ર પછી કોવિશિલ્ડનો ઘણો સ્ટોક છે. તે રાજ્યોને આપી શકાય છે. કોવિશિલ્ડનું ઉત્પાદન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે. જો જરૂર પડશે તો તેને ફરીથી શરૂ કરવામાં આવશે.