આજથી પ્રવાસી શિક્ષકોનાના બદલે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભણાવશે, માધ્યમિકમાં 5 હજાર ઉમેદવારોની અરજી માન્ય રખાઈ, માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છુટા થશે
જ્ઞાન સહાયકને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આજથી માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે. આ સાથે હવે આજથી પ્રવાસી શિક્ષકો છૂટા થશે. મહત્વનું છે કે, માધ્યમિક શાળાઓમાં 5 હજાર જ્ઞાન સહાયક ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. જેથી હવે આજથી એટલે કે 11 નવેમ્બર બુધવારથી જ આ જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવશે.
- Advertisement -
રાજ્યની માધ્યમિક સ્કૂલોમાં આજથી હવે જ્ઞાન સહાયક ભણાવશે. વિગતો મુજબ આજથી પ્રવાસી શિક્ષકોનાના બદલે સ્કૂલોમાં જ્ઞાન સહાયક ભણાવશે. જેને લઈ માધ્યમિકમાં જ્ઞાન સહાયકની 5984 જગ્યા સામે 5 હજાર ઉમેદવારોની અરજી માન્ય રખાઈ છે. જેથી હવે માધ્યમિક શાળામાં ભણાવતા પ્રવાસી શિક્ષકો આજથી છુટા થશે અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક વિદ્યાર્થીઓને ભણાવશે.