ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કે બહુ મોટી ચૂક રુપે આજે તેમનાં હેલિકોપ્ટર પાસે કાળાં બલૂન ઊડાડાયાં હતાં. આ કૃત્યથી કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. વડાપ્રધાનના હેલિકોપ્ટર નજીક બલૂન દેખાતાં સુરક્ષા એજન્સીઓ હાંફળીફાંફળી બની ગઈ હતી. આ બલૂન ઊડાડનારા કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર ગણ્ણવરમ એરપોર્ટ પરથી રવાના થયું તે જ વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગ રુપે કાળા રંગના બલૂન છોડયાં હતાં. આ બલૂન વડાપ્રધાનના હેલિકોપ્ટરની નજીક પહોંચ્યાં હતાં. એક સ્થળે બંધાઈ રહેલી ઈમારતની છત પર કોંગ્રેસના કાર્યકરો બલૂન છોડી રહ્યા છે અને મોદી ગો બેકના નારા પોકારી રહ્યા છે તેવો વીડિયો પણ વાયરલ થયો હતો.



