ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ આવતા હવે તે આજે જ UAE માટે રવાના થતી ટીમ સાથે નહીં જોડાય
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ આવ્યા છે, તે એશિયા કપમાં જઈ શકશે કે નહીં તે અંગે હજુ પણ શંકા છે. મહત્વનું છે કે, ટીમ ઈન્ડિયા આજે UAE જવા રવાના થવાની છે.
- Advertisement -
એશિયા કપ યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થવાનો છે. 28 ઓગસ્ટે ભારતે તેની પ્રથમ મેચ રમવાની છે જે પાકિસ્તાન સામે થશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગે રમાવાની છે. જોકે એશિયા કપ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
એશિયા કપમાં ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)
કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન)
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
ઋષભ પંત
દીપક હુડ્ડા
દિનેશ કાર્તિક (વિકેટમેન)
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
આર.કે. અશ્વિન
યુઝવેન્દ્ર ચહલ
રવિ બિશ્નોઈ
ભુવનેશ્વર કુમાર
અર્શદીપ સિંહ
અવેશ ખાન
- Advertisement -