– 24 કલાકમાં મસ્કે 6 ખર્વ, 42 અબજ, 73 કરોડ, 11 લાખ, 37 હજાર 500 રૂપિયા ગુમાવ્યા!
વીટર હવે દુનિયાના ધનવાન માટે ગળાનુ હાડકુ બની ગયું છે. તે ન તો ગળે ઉતરે છે અને ન તો બહાર કાઢી શકે છે. એક મહિનામાં તેની સંપતિ 189 અબજ ડોલર ઘટીને 144 અબજ ડોલર થઈ ગઈ છે. તેની સંપતિના ઘટાડાને કારણે તેણે દુનિયાના નંબર વન ધનવાનનો તાજ ગુમાવ્યો છે, સાથે સાથે તે દર સેક્ધડે તેને 74 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
- Advertisement -
ટેસ્લા કીંગ એલન મસ્કની પ્રોપર્ટીમાં ઘટાડાની ઝડપ એટલી હતી કે તેણે 24 કલાકમાં 7.75 બિલિયન ડોલર અર્થાત લગભગ 6,42,73,11,37,500 એટલે કે 6 ખર્વ, 42 અબજ, 73 કરોડ, 11 લાખ, 37 હજાર પાંચસો રૂપિયા ગુમાવ્યા છે એટલે કે એક સેક્ધડમાં 74 લાખ ગુમાવ્યા છે. એલન મસ્કને 20 ડિસેમ્બરે સૌથી મોટો ઝટકો લાગ્યો હતો. ટેસ્લાના કોરોમાં એટલી મંદી આવી કે શેર 8 ટકા જેટલા ઘટી ગયા.