પેરિસ પેરાલિમ્પિક્સ (Paris Paralympics 2024)ની શરૂઆત પહેલા મધ્યપ્રદેશને મોટો ઝટકો, ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 (Paris Paralympics 2024) ફ્રાન્સના પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. આ ગેમ્સ વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ માટે છે. પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા મધ્યપ્રદેશને મોટો ઝટકો લાગ્યો છે.
વાસ્તવમાં નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (NADA) એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પેરિસ પેરાલિમ્પિક્સ ( (Paris Paralympics 2024) માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા એથ્લેટ્સમાં પેરા કેનો પ્લેયર રજની ઝા, એકેડેમીની સ્ટાર એથ્લેટ શાલિની અને અન્ય પેરા કેનો પ્લેયર ગજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. નાડાના રિપોર્ટમાં આ ખેલાડીઓના ડોપિંગના મામલા સામે આવ્યા છે.
- Advertisement -
મધ્યપ્રદેશના ત્રણ દિગ્ગજ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયા
પેરિસ પેરાલિમ્પિક 2024 પહેલા મધ્યપ્રદેશ માટે આ મોટો ફટકો છે. ડોપ ટેસ્ટમાં ફેલ થયેલી 22 વર્ષની શાલિનીએ રાંચીમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશની છે. શાલિનીને મેટાન્ડીએનોન મેટાબોલાઇટ માટે પોઝીટીવ આવ્યો હતો. તે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત પદાર્થ છે.