જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે શુક્રવારે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય.
જ્ઞાનવાપી કેસમાં એક મોટા ચુકાદામાં વારાણસી જિલ્લા કોર્ટે શુક્રવારે હિંદુ પક્ષની અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય. વારાણસીના જિલ્લા ન્યાયાધીશ ડો.એ.કે.વિશ્વેશે મસ્જિદ પરિસરમાં ‘શિવલિંગ’ની કાર્બન ડેટિંગ અને વૈજ્ઞાનિક તપાસની માંગ કરતી હિન્દુ પક્ષની માંગને નકારી કાઢી હતી.
- Advertisement -
Gyanvapi Mosque issue: Varanasi Court rejects Hindu side's demand seeking carbon dating and scientific investigation of 'Shivling' in the mosque complex#UttarPradesh pic.twitter.com/UdFFgZz3Bj
— ANI (@ANI) October 14, 2022
- Advertisement -
વારાણસી જિલ્લા ન્યાયાધીશે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વેની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો.