મંગળવાર, તારીખ 17 ઑક્ટોબર 2022નાં ઔપચારિક રૂપે BCCIએ નવાં અધ્યક્ષનું એલાન કરશે જેમાં પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને આ પદ સોંપવામાં આવશે. જો કે BCCIની AGMમાં ICCનાં ચેરમેનને લઇને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં મંગળવારે થનારી વાર્ષિક સામાન્ય બેઠક AGM માં ભારતનાં પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની પૂર્વ કપ્તાન સૌરવ ગાંગૂલીની જગ્યાએ બોર્ડની અધ્યક્ષતા સંભાળશે. આ મીટિંગમાં ICCનાં ચેરમેન પદને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
ICCના ચેરમેનને લઇને થશે ચર્ચા
પદાધિકારીઓ માટે ચૂંટણી તો માત્ર ઔપચારિક છે કારણ કે તમામ સભ્યોનાં સર્વાનુમતે જ BCCIનાં નવા અધ્યક્ષ નક્કી કરાયા છે. પરંતુ સભ્યો આ વિષય પર ચર્ચા કરશે કે BCCIએ ICCના ચેરમેન પદ માટે ઉમેદવારો રાખવા જોઇએ કે પછી વર્તમાન ચેરમેન ગ્રેગ બારક્લેને જ બીજા કાર્યકાળ માટે સમર્થન આપવું જોઇએ.
ICC બોર્ડની બેઠક મેલબર્નમાં થશે
ICCનાં ચેરમેન માટે નામ આપવાની છેલ્લી તારીખ 20 ઑક્ટોબર છે. આઇસીસી બોર્ડની 11 થી 13 નવેમ્બરની વચ્ચે મેલબર્નમાં બેઠક યોજાશે. ગાંગૂલીની BCCIની બહુચર્ચિત વિદાયને લઇને રમતજગતમાં જ નહીં પરંતુ રાજનીતિમાં પણ ચર્ચા થઇ રહી છે. હવે જોવાનું રહ્યું કે આઇસીસીના શિર્ષ પદ માટે કોના નામને સમર્થન મળે છે.
આ નામો પર ચાલી રહી છે ચર્ચા
ખેલમંત્રી અનુરાગ ઠાકુર અને બીસીસીઆઇનાં પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનનું નામ ICCના ચેરમેન પદ માટે ચર્ચામાં છે. શ્રીનિવાસન ચૂંટણી લડવા માટેની તૈયારી બતાવે છે પરંતુ તેમની ઉમર જોઇને BCCI તેમને પોતાનું સમર્થન આપે છે કે નહીં તે સમય બતાવશે. શ્રીનિવાસનની ઉંમર 78 વર્ષ છે. જો કે અનુરગ ઠાકુરની બોર્ડની બેઠક દરમિયાન વ્યસ્ત રહેવાની સંભાવના છે કારણકે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરથી વિધાનસભાની ચૂંટણી થવાની છે.
- Advertisement -
સર્વસંમતિથી ચૂંટાશે આ સભ્યો
BCCI AGMમાં ગાંગુલીના સ્થાને બિન્ની બોર્ડનું અધ્યક્ષ પદ સંભાળશે અને પૂર્વ ભારતીય કેપ્ટન, ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળનાં પ્રમુખ તરીકે પાછા ફરશે. BCCIના અન્ય પદાધિકારીઓ કે જેઓ સર્વસંમતિથી ચૂંટાશે તેમાં સચિવ જય શાહ, આશિષ શેલાર -ખજાનચી, રાજીવ શુક્લા -ઉપાધ્યક્ષ અને દેવજીત સૈકિયા (સંયુક્ત સચિવ)ના નામોનો સમાવેશ થાય છે.