DGPએ કહ્યું હતું કે, પોલીસ આવા ષડયંત્રોને સફળ થવા દેશે નહીં. બાંગ્લાદેશીઓ દ્વારા કેટલાક આર્મી તાલીમ શિબિરો સ્થાપવામાં આવી છે.
આસામ પોલીસે અલ-કાયદા સાથે સંકળાયેલા 34 લોકોની ધરપકડ કરી હોવાના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પોલીસે આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હોવાના આરોપમાં 34 થી વધુ લોકોની ધરપકડ કરી છે. આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક પોલીસે રાજ્યમાં અલ-કાયદા સાથે જોડાયેલા 34 થી વધુ લોકોની ધરપકડ કરી છે.
- Advertisement -
વિગતો મુજબ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન કહ્યું હતું કે, આસામ ઝડપથી જેહાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, જેહાદી વિચારધારા આતંકવાદી અથવા ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરતાં અલગ અને વધુ ખતરનાક છે.
Assam | There are different types of groups of Madrasas in Assam… Some new groups are sprouting up & taking advantage. Conspiracy hatching from outside Assam, currently from Bangladesh & Al-Qaeda-affiliated groups, influencing youth to spread radicalization: DGP BJ Mahanta pic.twitter.com/PPbaf9TgCs
— ANI (@ANI) August 25, 2022
- Advertisement -
34થી વધુ લોકોની ધરપકડ
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, DGP આસામ ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું, “અલ-કાયદા સાથે જોડાયેલા 34 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આસામ પોલીસ આવા ષડયંત્રોને સફળ થવા દેશે નહીં. બાંગ્લાદેશીઓ દ્વારા કેટલાક આર્મી તાલીમ શિબિરો સ્થાપવામાં આવી છે.
આસામના ડીજીપીએ એમ પણ કહ્યું કે રાજ્યમાં કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને ધર્માંધતા ફેલાવવા માટે યુવાનોનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું, “આસામમાં મદરેસાઓના વિવિધ પ્રકારના જૂથો છે. કેટલાક નવા જૂથો ઉભરી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે. આસામ બહારથી ષડયંત્ર. હાલમાં બાંગ્લાદેશ અને અલ-કાયદા સાથે જોડાયેલા જૂથો કટ્ટરવાદ ફેલાવવા માટે યુવાનોને પ્રભાવિત કરી રહ્યા છે.