– આ ઘટનામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં મોડી રાત્રે એક મિની બસ રસ્તા પરથી ઊંડી ખીણમાં ખાબકતા 5 વ્યક્તિઓના મોત થયા હતા. આ મૃતકોમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાની માહિતી આપી છે.
- Advertisement -
Anguished by the loss of lives in a tragic road accident in Kathua. In this hour of grief, my thoughts are with the bereaved families. Praying for the speedy recovery of those injured. Directed district administration to provide best possible treatment to injured.
— Office of LG J&K (@OfficeOfLGJandK) January 20, 2023
- Advertisement -
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત બિલ્લાવરના સિલા ગામમાં મોડી રાત્રે થયો હતો. બસ ડ્રાઈવરે એક વળાંક પર કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બસ મોંડલી ગામથી ધનુ પૈરોલ જઇ રહી હતી. ઘટના પછઈ રાહત- અને બચાવ કાર્ય ચાલુ કરી દીધા છે. રાહત-બચાવ દળથી જોડાયેલા લોકો જણાવી રહ્યા છે કે, 60 વર્ષના એક મહિલા સહિત ચાર લોકો ઘટનાસ્થળ પર જ મૃત મળ્યા હતા, જયારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
J&K | Five people killed, 15 injured after their passenger vehicle fell into a deep gorge at Dhanu Parole village in Billawer area in Kathua last night: Police Control Room, Kathua pic.twitter.com/fFb7paSN0j
— ANI (@ANI) January 21, 2023
ઉલ્લેખનીય છે કે, પોલીસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે મૃતકોની સંખ્યા વધી શકે છે. કારણકે ઇજાગ્રસ્તમાંથી કેટલાક લોકોની સ્થિતિ ગંભીર છે. સામાન્ય રીતે ઇજાગ્રસ્ત લોકોની સારવાર પછી ઘરે પરત મોકલ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સૂચના આપવામાં દીધી છે.