ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકન પ્રમુખ જો બાઈડેનની સલામતીમાં શનિવારે ભારે ચૂક જોવા મળી હતી. અમેરિકન પ્રમુખ બાઈડેન અને ફર્સ્ટ લેડી ડેલાવરના રેહોબોથ બીચ પર વેકેશન પર છે તેવા સમયે તેમના ઘર ઉપરથી એક ખાનગી વિમાને ઉડ્ડયન કર્યું હતું, જેને પગલે પ્રમુખ બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનને સલામત સ્થળે લઈ જવાયા હતા. વ્હાઈટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમેરિકન પ્રમુખ બાઈડેનના ઘર પરથી એક ખાનગી વિમાન પસાર થયું હતું. જોકે, આ કોઈ હુમલો નહોતો. પ્રમુખ અને ફર્સ્ટ લેડી સલામત છે. તેમને સલામત સ્થળે લઈ જવાયા હતા. જોકે, હવે તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા છે. પ્રમુખની સુરક્ષા અંગે સિક્રેટ સર્વિસે જણાવ્યું કે, વિમાન ભૂલથી સુરક્ષિત ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું અને એવામાં તુરંત સુરક્ષાના પગલાં હાથ ધરાયા હતા.
બાઈડેનની સૂરક્ષામાં ચૂક: ઘર ઉપરથી પસાર થયું અજ્ઞાત વિમાન
