ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે શપથગ્રહણ કર્યા બાદ આજે તેમણે કાર્યભાર સંભાળી લીધો છે. જ્યારે બાકીના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજના દિવસમાં પોતાનો કાર્યભાર સંભાળશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ચુકી છે. ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. ગઈકાલે શપથવિધિ સમારોહ પૂર્ણ થઇ ચુક્યો છે. ભૂપેન્દ્ર પટેલની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. સાથે જ નવા મંત્રીમંડળના સભ્યોને ખાતાઓની વહેંચણી પણ કરવામાં આવી દીધી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળી લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે આજે સવારે 10.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની સાથે જ કુંવરજી બાવળિયાએ પણ કાર્યભાર સંભાળી લીધો છે.
- Advertisement -
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવાના અવસરે આજે અનેક શુભેચ્છકો, સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પ્રગતિ-સુખાકારીના નવા સીમાચિન્હ સર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. pic.twitter.com/XmOHK2si1X
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2022
- Advertisement -
આ દિગ્ગજો આજે સંભાળશે કાર્યભાર
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ખાતે મંત્રી ઋષિકેષ પટેલ બપોરે 12.15 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. જગદીશ વિશ્વક્રર્મા સવારે 11.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. તેઓ જગદીશ વિશ્વકર્મા સ્વર્ણિમ સંકુલ 2 ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે બળવંતસિંહ રાજપૂત સવારે 11.30 કલાકે પોતાનો કાર્યભાર સંભાળશે. સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈ સ્વર્ણિંમ સંકુલ 1 ખાતે પોતાનો કાર્યભાર સંભાળશે.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના નવનિયુક્ત રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. pic.twitter.com/hBZSFU5Dgi
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2022
મંત્રીઓને ફાળવી દેવાયા છે ખાતા
ગઈકાલે શપથવિધી બાદ નવા મંત્રીમંડળની પહેલીવાર બેઠક યોજાઈ હતી. જેમાં તેમને વિવિધ ખાતાઓની વહેચણી કરવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને બનાવ્યા છે, જ્યારે બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ મંત્રી તરીકેને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કુબેર ડિંડોરને પ્રા.શિક્ષણ, આદિજાતિ મંત્રાલય અપાયું છે. જ્યારે રાઘવજી પટેલને ફરી કૃષિ વિભાગ સોંપાયું છે.