સૌમ્ય વ્યક્તિત્વના માલિક વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલ અભિગમ વડે માનવતાની મહેક પ્રસરાવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ-હરિયાણા ભાજપના પ્રભારી અને દિલ્હીની ત્રણ લોકસભા સીટના પ્રભારી જયભાઈ રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી અને તેમની સંવેદનશીલતા એકમેકના પર્યાય બની ગયા છે. સંવેદનશીલ અને સરળ સ્વભાવના માનવીની ઓળખ ઘરાવતા વિજયભાઈ રૂપાણી ખરા અર્થમાં એક સંવેદનશીલ અને લાગણીશીલ, જીવદયાપ્રેમી અને પર્યાવરણપ્રેમી પણ છે, જે તેમના સૌથી મોટા ગુણો છે.
- Advertisement -
મુખ્યમંત્રી તરીકે તેમણે અનેકાનેક નિર્ણાયક, પ્રગતીશીલ અને લોકકલ્યાણ કારી નિર્ણયો લઈને તેઓએ સમગ્ર ગુજરાતને ખ્યાતિપ્રાપ્ત કરાવી છે. એક જનપ્રતિનિધિ તરીકે વિજયભાઈ રૂપાણી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વ્યક્તિત્વ અને સુશાનથી પ્રેરાઇ તથા અનુસરી એક પ્રજાવત્સલ નેતા તરીકે ઓળખાયા છે. ત્યારે તેઓ સારા આરોગ્ય સાથે તંદુરસ્ત રહે અને લોકોની વધુને વધુ સેવા કરે તેવી ભગવાનને પ્રાર્થના સાથે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ શુભેચ્છા પાઠવી હતી.