ભુજમાં બીજા સપ્તાહે પણ લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે.
જેમાં કચ્છમાં હવામાન વિભાગની કચેરીના ડાયરેક્ટરના ઘરમાંથી રૂ. 8 લાખ 25 હજારના દાગીના સહિતની ચોરી થવા પામી છે. ગત 27 ઓગષ્ટના અરિહંત નગરમાંથી 7.25 લાખની ચોરી થઈ હતી તો આજે નરસિંહમહેતા નગરમાંથી 8.25 લાખની ચોરી થયાનું સામે આવ્યું છે.

- Advertisement -
ભુજ એ ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના નરસીમહેતા નગર ખાતે રહેતા હવામાન કચેરીના ડાયરેકટર રાજેશકુમાર ફાગનસિંગ જાટવના ઘરમાં ચોરીનો ઘટના બની હતી. જેમાં તસ્કરો રાત્રીના 10.30 વાગ્યા બાદ મકાન મલિક પરિવાર સુઈ ગયા બાદ રાત્રી દરમ્યાન રસોડાની બહારના દરવાજાનું તાળું તોડી લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેસ્યા હતા અને સિફત પૂર્વક તિજોરીનું લોક ખોલી રૂ 8 લાખની કિંમતના સોનાના ઘરેણાં અને રૂ. 25 હજારની 6 નંગ ટાઈટન કંપનીની ઘડિયાળો ચોરી ગયા હતા. બનાવની જાણ પોલીસમાં કરાતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.



