અશ્ર્વ સ્પર્ધા, તલવારબાજી અને શૈક્ષણિક મેડલ વિતરણ મુખ્ય આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી સ્મારક ટ્રસ્ટ દ્વારા 34મો ભૂચર મોરી શહિદ શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. કાર્યક્રમની શરૂઆત યુવા સંઘના અધ્યક્ષ પી.ટી. જાડેજાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી.
- Advertisement -
સમારોહમાં અશ્વ સ્પર્ધા અને તલવારબાજીનું ભવ્ય આયોજન થયું, જેમાં રાજ્યભરના સ્પર્ધકોએ ભાગ લીધો. તલવારબાજી સ્પર્ધામાં 60થી વધુ યુવક-યુવતીઓએ પોતાની કૌશલ્ય બતાવી.
દર વર્ષે મુજબ આ વખતે પણ ધોરણ 10 અને 12માં સર્વોચ્ચ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ભૂચર મોરી સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત રાજપૂત યુવા સંગઠન દ્વારા રાજ્યસ્તરીય ઇતિહાસ જ્ઞાન કસોટીના વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યા.
કાર્યક્રમમાં રાજ્યના પ્રખ્યાત મહેમાનો, મંત્રીમંડળના આગેવાનો અને હજારો લોકો હાજર રહ્યા હતા. યુવાન દીકરા-દીકરીબાઓને સંસ્કૃતિ જાળવવા, વ્યસનમુક્ત રહેવા અને જમીન વેચાણ ન કરવા માટે શપથ લેવડાવાયો. સમગ્ર આયોજન નિરૂભા ઝાલા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.



